રાતના સમયે ચહેરા પર લગાવો 4માંથી 1 ચીજ, મળશે ફટાફટ ગ્લો

August 09, 2023

સુકાઈ ગયેલા અને નિર્જીવ ચહેરાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય કરે છે. ખાસ કરીને જ્યારે સીઝન ચેન્જ થાય ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે. આ સમયે ત્વચાની હાલત ખરાબ થવા લાગે છે. બજારની બ્યુટી પ્રોડક્ટ્સ યૂઝ કરવાને બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લેવાથી સરળતા રહેશે.

દિવસભર સૂર્યપ્રકાશ, ધૂળ અને ગંદકીને કારણે આપણી ત્વચાને નુકસાન થાય છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે રાત્રે કેટલાક ઉપાયો કરી શકો છો. આ માટે તમે રાત્રે ચહેરાને ધોઈને સ્કીન કેયર રૂટિનને અનુસરી શકો છો. તેનાથી ચહેરાની તમામ અશુદ્ધિઓ અને મૃત ત્વચાના કોષો દૂર થાય છે. તો જાણો રાત્રે સૂતા પહેલા ચહેરા પર કઈ વસ્તુઓ લગાવવી જોઈએ.

નાળિયેર તેલ
નારિયેળ તેલ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો ચોમાસાની ઋતુમાં તમારી ત્વચા વધુ પડતી શુષ્ક હોય તો તમારે રાત્રે જ ચહેરા પર નારિયેળનું તેલ લગાવીને સૂવું જોઈએ. આ રીતે તમારી ત્વચાને રાતોરાત ભેજ મળશે. જેના કારણે ચહેરો એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર બને છે, ત્વચા ચમકદાર દેખાય છે.

એલોવેરા જેલ
દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવો. આને લગાવવાથી તમારી ત્વચા હાઇડ્રેટ થઈ જશે. તેની સાથે ત્વચાને લગતી તમામ સમસ્યાઓ જેમ કે પિમ્પલ્સ વગેરે દૂર થઈ જશે. એલોવેરા જેલની અસર પણ જલ્દી જ જોવા મળે છે.

કાચું દૂધ
સૂર્યના સંપર્કમાં આવવાથી મોટાભાગના લોકોને ટેનિંગની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તેના ચહેરાનો કુદરતી રંગ ધીમો પડી જાય છે. આવી સ્થિતિમાં ચહેરા પરથી મૃત ત્વચાના કોષોને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો અને કાચું દૂધ લગાવો. કોટનની મદદથી ચહેરા પર હળવું લેયર લગાવો. તેને આખી રાત રહેવા દો અને પછી સવારે ઉઠીને ચહેરો ધોઈ લો.

ગુલાબ જળ
જ્યારે પણ તમે રાત્રે સુવા જાઓ તો તેના પહેલા ગુલાબજળથી ચહેરો સાફ કરો. તેનાથી તમારો ચહેરો સાફ થાય છે અને ગંદકીના કણો દૂર થાય છે. તમે તેનો ઉપયોગ ટોનર તરીકે પણ કરી શકો છો.