લોસ એન્જલસ એરપોર્ટ પર ટેકઓફ થતા જ વિમાનનું ટાયર નીકળી ગયું, તમામ 174 મુસાફરો સુરક્ષિત

July 09, 2024

અમેરિકાના લોસ એન્જિલ્સમાં ટેકઓફ કરતાની સાથે જ વિમાનમાં દુર્ઘટના સર્જાઈ હતી. ટેકઓફ થતાં જ એરલાઈન્સની ફ્લાઈટનું પ્રથમ ટાયર નીકળી ગયું હતું. ઘટનાને પગલે ફ્લાઈટમાં હાજર તમામ 174 મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે.

દુર્ઘટના બાદ યુનાઈટેડ કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. જમીન પર કે ફ્લાઈટમાં કોઈને ઈજા પહોચી નથી. ટાયરને લૉસ એન્જિલ્સથી મેળવી લેવામાં આવ્યું છે. અમે ઘટનાના કારણની તપાસ કરી રહ્યા છીએ. બોંઈગ 757-200 માં 174 યાત્રીઓ હાજર હતા.

કંપની તરફથી દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે બીજી એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તમામ મુસાફરોને સુરક્ષિત ઓસાકા મોકલવામાં આવ્યા હતા. 757-200ના દરેક બે મુખ્ય લેન્ડિગ ગિયર સ્ટ્ર્ટ્સ પર છ ટાયર છે. આ વિમાન ખાસ ક્ષતિગ્રસ્ત ટાયર કે ગુમ થયેલા ટાયર સાથે સુરક્ષિત લેન્ડિગ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.