આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો, સજા પર રોક લગાવવા કરી અરજી
March 16, 2023

અમદાવાદ : ગાંધીનગર કોર્ટે સુરત યૌસ શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ કોર્ટના ચુકાદાને પડકાર આપવા માટે આસારામે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આ મામલે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થઈ શકે છે.
આ આગાઉ ગાંધીનગર સેશન્સ કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ મામલે નામદાર કોર્ટ તમામ મુદાઓનું અવલોકન કર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા પીડિતાને 50 હજારની આર્થિક વળતર આપવા સૂચન કર્યું હતું. વર્ષ 2013માં સપ્ટેમ્બર માસમાં આશારામ વિરુદ્ધ સુરત ખાતે યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો તે પોલિસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યોહતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.
વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
Related Articles
રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ્ન કરનારને મળશે રૂ.10 લાખ, રકમ વધારવા આપી મંજૂરી
રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ...
Mar 24, 2023
મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 31 માર્ચે ચુકાદો
મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 3...
Mar 24, 2023
હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું- રાહુલ ગાંધી
હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમ...
Mar 24, 2023
આગ્રામાં નવ વર્ષ જુના કેસમાં પાલતુ પોપટ બોલ્યો હત્યારાનું નામ, પરિવારને મળ્યો ન્યાય
આગ્રામાં નવ વર્ષ જુના કેસમાં પાલતુ પોપટ...
Mar 24, 2023
ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ, 5 એપ્રિલે સુનાવણી
ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની...
Mar 24, 2023
કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટબંધી ન કરી હોત:'તેમને ઊંઘ નથી આવતી, તેથી તેઓ ગુસ્સે રહે છે
કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટ...
Mar 24, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023