બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાના દાવા વચ્ચે હિન્દુઓ પર હુમલા, છ દિવસમાં બે લિંચિંગ

December 26, 2025

બાંગ્લાદેશમાં ધર્મનિરપેક્ષતા અને કાયદાના શાસનની વાતો વચ્ચે લઘુમતી હિન્દુ સમુદાય પર હિંસાના બનાવો સતત સામે આવી રહ્યા છે. છ દિવસમાં બે હિન્દુઓની લિંચિંગ અને ચિત્તાગોંગમાં થયેલી આગચંપીની ઘટનાઓએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓએ દેશની કાયદો અને વ્યવસ્થા તેમજ લઘુમતી સમુદાયોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. એક તરફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા અને ભાવિ વડાપ્રધાન તરીકે જોવાતા તારિક રહેમાન લોકશાહી અને ધર્મનિરપેક્ષ બાંગ્લાદેશની વાત કરે છે, તો બીજી તરફ જમીન પર હકીકત અલગ દેખાઈ રહી છે.

24 ડિસેમ્બરની રાત્રે રાજબારી જિલ્લાના પંગશા ઉપજિલ્લાના હોસેનડાંગા ઓલ્ડ માર્કેટ વિસ્તારમાં અમૃત મંડલ નામના હિન્દુ યુવાનને ટોળાએ લિંચ કરી ગંભીર રીતે માર માર્યો હતો. પોલીસે તેમને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ 25 ડિસેમ્બરના રોજ વહેલી સવારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ ઘટના દીપુ ચંદ્ર દાસની હત્યાના માત્ર 6 દિવસ પછી બની હતી, જેના કારણે હિન્દુ સમુદાયમાં ભય અને અસુરક્ષા વધી છે.