IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ? બોર્ડે કહ્યું- નિર્ણય લેવા સ્વતંત્ર
May 13, 2025

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે બંધ કરાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 17મી મેથી ફરી શરૂ થઈ રહી છે. પહેલી મેચ બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે. ત્યારે મોટો સવાલ એ હતો કે શું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બાકીની મેચો માટે ભારત પાછા ફરશે? કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 11મી જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે સત્તાવાર નિવેદન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે,'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓના વ્યક્તિગત નિર્ણયમાં સમર્થન આપશે કે તેઓ ભારત પાછા ફરવા માંગે છે કે નહીં.' પંજાબ કિંગ્સ પાસે હાલમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 'ટીમ મેનેજમેન્ટ બાકીના IPL મેચોમાં રમવાનું પસંદ કરનારા ખેલાડીઓ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તૈયારી પર કામ કરશે. અમે સુરક્ષા વ્યવસ્થા અને સલામતી અંગે ઓસ્ટ્રેલિયન સરકાર અને BCCI સાથે સંપર્કમાં છીએ.' પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે મિશેલ સ્ટાર્ક, જેક ફ્રેઝર-મેકગર્ક (ડીસી), સ્પેન્સર જોનસન (કેકેઆર), મિશેલ માર્શ (એલએસજી), જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ (આરસીબી), માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, જોશ ઇંગ્લિસ, એરોન હાર્ડી, ઝેવિયર બાર્ટલેટ (પીબીકેએસ)નો સમાવેશ થાય છે.
Related Articles
નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત 90 મીટરથી દૂર ફેંક્યો ભાલો, દોહા ડાયમંડ લીગમાં આવ્યો બીજા ક્રમે
નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત 90 મ...
May 17, 2025
'હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહ કેપ્ટન બને...' રવિ શાસ્ત્રીએ કારણ પણ જણાવ્યું
'હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહ કેપ્ટન...
May 17, 2025
વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી, કહ્યું, ભારતને તમારા પર ગર્વ
વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી...
May 17, 2025
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનં...
May 13, 2025
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહ...
May 12, 2025
ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખુદ થયો બહાર? ગિલ કે પંત સંભાળી શકે છે કમાનઃ રિપોર્ટ
ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખ...
May 12, 2025
Trending NEWS

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના...
17 May, 2025

ISISના 2 આતંકીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ, 3 લાખ...
17 May, 2025

વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી, કહ્યું,...
17 May, 2025