હિટવેવ કારણે વિલીન થઈ ગયા બાબા બર્ફાની
July 10, 2024
અમરનાથ યાત્રા શરૂ થયાને માત્ર 10 દિવસ થયા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ હિટવેવના કારણે બાબા બર્ફાની વિલી થઈ ગયા છે. આ વર્ષે યાત્રા 29 જૂને શરૂ થઈ હતી, જોકે છ જુલાઈએ વિગતો સાંપડી છે કે, અમરનાથ ગુફામાં હિમલિંગ (બરફથી બનેલું શિવલિંગ) પિગળી ગયું છે. ઓછા સમયમાં બાબા બર્ફાની અદૃશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે. તો જાણીએ આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જરૂરી છે.
અમરનાથની ગુફામાં કુદરતી રીતે બરફના શિવલિંગનું નિર્માણ થાય છે. ઉનાળામાં આ ગુફાની અંદરનું પાણી થીજી જાય છે, જેના કારણે શિવલિંગનો આકાર વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે ઓછો વરસાદ પડે છે, ત્યારે કોઈપણ વિસ્તારમાં ગરમી વધે છે. આ ઉપરાંત આ વખતે ભીષણ ગરમી પણ પડી છે. ઉત્તર અને મધ્ય ભારત મે મહિનાથી જ ભીષણ ગરમનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્યથી 7.9 ડિગ્રી સેલ્સિયસ વધું હતું. અમરનાથ ગુફાના પુજારીઓએ પણ દાવો કર્યો છે કે, આ વખતે ગરમીના કારણે બાબા બર્ફાની પીગળી ગયા છે.
હવામાન વિભાગના જમાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિગંના કારણે વિશ્વભરમાં જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે. આ કારણે ખીણના લોકો પણ ભીષણ ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે, જેની સીધી અસર બાબા બર્ફાની પર પડી છે. જોકે માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં, ગુફાની આસપાસ માનવીય અને યાંત્રિક પ્રવૃત્તિઓ વધવાના કારણે પણ અસર પડી હોય તેવું કહેવાય છે.
આ પરિવર્તન માટે વાસ્તવિક જવાબદાર ગ્લોબલ વોર્મિંગ છે, જેની સાથે સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારોમાં પણ આ વખતે ગરમી વધી છે. ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે સમગ્ર વિશ્વને પ્રકૃતિ તરફ પાછા ફરવું પડશે અને વધતા કોંક્રિટ જંગલો અને મશીનોનો ઉપયોગ અટકાવવો પડશે. હાલમાં સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આગામી સમયમાં પણ કુદરતી આફતો અને ભારે ગરમીનો સામનો કરવો પડી સકે છે.
Related Articles
એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા, શ્રદ્ધાળુઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા
એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષ...
યુપીમાં મોટો રોડ અકસ્માત: હાથરસમાં કન્ટેનર અને મેઝિક વચ્ચે ટક્કર, સાત લોકોના કરૂણ મોત
યુપીમાં મોટો રોડ અકસ્માત: હાથરસમાં કન્ટે...
Dec 10, 2024
મારા અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
મારા અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો: પત્નીન...
Dec 10, 2024
'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં
'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત...
Dec 10, 2024
ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, રશિયાએ સોંપ્યું શક્તિશાળી યુદ્ધ જહાજ INS તુશીલ
ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, રશિય...
Dec 10, 2024
પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ. એમ, ક્રિષ્નાનું નિધન
પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મ...
Dec 10, 2024
Trending NEWS
10 December, 2024
10 December, 2024
10 December, 2024
10 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
Dec 11, 2024