બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાના ખેલાડી વચ્ચે મેદાનમાં બબાલ! મારામારી સુધી મામલો પહોંચ્યો
May 29, 2025
PL 2025 ના રોમાંચ વચ્ચે, ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેલાડીઓ વચ્ચે ગરમાગરમ વાતાવરણ સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝગડો થાય તે સામાન્ય બાબત છે. ક્યારે બંને વચ્ચે દલીલો વધી પણ જતી હોય છે. પરંતુ બાંગ્લાદેશમાં એક એવી ઘટના બની છે જેમાં બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. જેને જોઈને અમ્પાયરે મામલો શાંત કરવા વચ્ચે આવવું પડ્યું હતું. એવામાં હવે આ ઘટનાની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ઉભરતી ટીમ વચ્ચે ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચના બીજા દિવસે, દક્ષિણ આફ્રિકાના ખેલાડી ત્શેપો ન્તુલી અને બાંગ્લાદેશના રિપન મંડલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી ત્યારબાદ બંને ખેલાડીઓ એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બાંગ્લાદેશના રિપન મંડલે પણ બેટથી મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ અમ્પાયરે દરમિયાનગીરી કરી હતી.
આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ ઘટના બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન જ બની હતી. જોકે આ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, એવું માનવામાં આવે છે કે મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઇ અને વાત એટલી વધી ગઈ કે જો અમ્પાયરે દરમિયાનગીરી ન કરી હોત તો મામલો ગંભીર બની શકે તેમ હતું. બંને ટીમો વચ્ચે 3 ODI વન ડે મેચ રમાવાની છે, જેમાં બાંગ્લાદેશે 2-1 થી જીત મેળવી હતી.
મેચ અધિકારીઓએ હજુ સુધી કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી નથી કારણ કે પ્રોટોકોલ મુજબ, ફિલ્ડ અમ્પાયરોએ કોઈપણ પ્રકારની સજાની જાહેરાત કરતા પહેલા સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવો પડે છે. મેચ રેફરી આ ઘટનાનો રિપોર્ટ સુપરત કરશે, ત્યારબાદ કાર્યવાહી થવાની અપેક્ષા છે.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
08 August, 2026
08 August, 2026