Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

પાકિસ્તાનમાં બલૂચ આતંકીઓનો કહેર, 24 કલાકમાં 19થી વધુ હુમલા

March 16, 2025

ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની મસ્જિદમાં હુમલો, સુરક્ષા જવાનો ટાર્ગેટ પર

ખૈબર પખ્તૂનખ્વા : બલૂચ આતંકીઓ 11 માર્ચે ટ્રેન હાઈજેક કર્યા બાદ સતત એક-પછી એક હુમલા કરી રહ્યા છે. આજે ફરી પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો છે. જેમાં 90 જવાનોના મોત નીપજ્યા હોવાની આશંકા છે.
પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ 11 માર્ચે જાફર એક્સપ્રેસને હાઈજેક કર્યા બાદ ધડાધડ એક-પછી એક હુમલા કર્યા હતા. ટ્રેન હાઈજેકની ઘટના બાદ 12 કલાકમાં જ પાકિસ્તાનમાં 19 હુમલા કર્યા હતા. 15 માર્ચ, 2025 (શનિવારે) પાકિસ્તાનના ક્વેટામાં એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી) વિસ્ફોટમાં એટીએફના એક જવાનનું મોત થયુ હતું. અન્ય છ ઘાયલ થયા હતા. બાદમાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બે અલગ-અલગ અથડામણમાં ઓછામાં ઓછા નવ આતંકી બે સુરક્ષા કર્મી માર્યા ગયા હતા. BLAએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલી એક મદરેસા અને મસ્જિદમાં પણ શનિવારે હુમલો કર્યો હતો. જેમાં એક મૌલવી સહિત ચાર લોકો ધવાયા હતા. આ દુર્ઘટનાના 24 કલાકથી પણ ઓછા સમય પહેલાં અન્ય એક મસ્જિદમાં શુક્રવાર (14 માર્ચ)ની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં અનેક ઘવાયા હતા.


પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાનને અલગ કરવાની માગ કરનારા બળવાખોર જૂથ બલૂચ લિબરેશન આર્મી સક્રિય બન્યું છે. જુદા-જુદા વિસ્તારોમાં હુમલાઓ કરી રહ્યું છે. જેમાં તે મોટાભાગે પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ બનાવી રહ્યું છે. ટ્રેન હાઈજેક કરી ત્યારે પણ તેમાં મોટાભાગના સુરક્ષાકર્મી હતા. બલૂચ આતંકીઓએ સરકાર સમક્ષ બલુચ જૂથના રાજકીય કેદીઓ અને કાર્યકરોને મુક્ત કરવાનું અલ્ટિમેટમ મૂક્યુ હતું. 


છેલ્લા પાંચ વર્ષમાં બલૂચ આતંકીઓ દ્વારા પાકિસ્તાનમાં હુમલાનું પ્રમાણ ચાર ગણુ વધ્યું છે. 2024માં 171 હુમલા કર્યા હતાં. જેમાં 590થી વધુ લોકો માર્યા ગયા હતાં. છેલ્લા દસ વર્ષમાં પાકિસ્તાનમાં BLA આતંકી હુમલામાં 6263 લોકો માર્યા ગયા છે