BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: તમામ હરિભક્તોને ફૂડ પેકેટ સહિત 13 વસ્તુ અપાશે
December 07, 2024
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે (સાતમી ડિસેમ્બર) BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં કાર્યકરો અમદાવાદ પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમ માટે BAPS દ્વારા એક ખાસ કીર્તન તૈયાર કરવામાં આવી છે. જેમાં કાર્યકર સુવર્ણ મહોત્સવમાં હાજર રહેનારા દરેક કાર્યકરોને બે ફૂડ પેકેટ આપવામાં આવશે. એકમાં નાસ્તો હશે. જ્યારે બીજામાં પ્રસાદી હશે. આ પ્રસાદમાં 13 વસ્તુ હશે. કાર્યકરોને જે ફૂડ પેકેટ આપવામાં આવશે તેની મહંત સ્વામી પ્રસાદી કરી રહ્યાં છે.
આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. આજે સાંજે (સાતમી ડિસેમ્બર) સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
આ અંગે અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકોના યોગદાન અંગે મહંત સ્વામીનું વિચારવાનું હતું કે તેઓ ખુદ તેમના ઘરે જાય પરંતુ સ્વાસ્થ્યને કારણે તે સંભવ ન હતું. જેથી અમે વર્ષ દરમિયાન અલગ અલગ એવી રીતે આયોજન કર્યું કે મહંત સ્વામી આ કાર્યકરો સાથે આંખથી આંખ મેળવી શકે. 1972માં પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓ માટે આ સંગઠનની શરૂઆત કરી હતી. આ સ્વંયસેવકો દુનિયામાં ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તેવી સ્થિતિમાં જઈને મદદ કરે છે.
Related Articles
અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા
અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્...
Aug 17, 2026
ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેનનો નવો રેકોર્ડ
ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની...
Aug 15, 2026
ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 5ના મોત, સુનામીનું હાઈ એલર્ટ જાહેર
ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.7ની તીવ્રતાનો...
Aug 15, 2026
ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના કારણે 95 મુસાફરો ભરેલી બોટ ડૂબતા 15નાં મોત, 20થી વધુ લાપતા
ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના...
Aug 12, 2026
અમેરિકામાં બેદરકારીથી વાહન ચલાવવા અને જાતીય હુમલા જેવા ગુનાઓના કારણે 1,75,000થી વધુ વિઝા રદ
અમેરિકામાં બેદરકારીથી વાહન ચલાવવા અને જા...
Aug 11, 2026
રશિયાના નિઝનેકામસ્ક પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, 13નાં મોત, 48 ઘાયલ
રશિયાના નિઝનેકામસ્ક પર યુક્રેનનો મોટો ડ્...
Aug 11, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026