સાઈ પલ્લવી એમ એસ સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં

December 16, 2025

મુંબઈ : ભારતનાં લિજન્ડરી કર્ણાટકી  સિંગર એમ એસ સુબ્બુલક્ષ્મીની  બાયોપિક બની રહી છે. સાઉથની હિરોઈન સાઈ પલ્લવી આ  ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સાઈ પલ્લવી હાલ 'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂર સાથે સીતા માતાનો રોલ કરી રહી છે. હવે તેને આ બીજો મોટો પ્રોજેક્ટ મળ્યો છે. સાઉથના જાણીતા દિગ્દર્શક ગૌતમ તિન્નનુરીએ ફિલ્મ માટે તૈયારી શરુ કરી દીધી છે. જોકે, સાઈ પલ્લવી કે ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરી નથી. ૨૦૦૪માં ૮૮ વર્ષની વયે નિધન પામેલાં એમ એસ  સુબ્બુલક્ષ્મી ભારતરત્નથી સન્માનિત થનારાં પહેલાં સિંગર હતાં. તેમને રમન મેગસેસે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ ૧૯૬૬માં યુએનની જનરલ એસેમ્બલીમાં પરફોર્મ કરનારાં પ્રથમ ભારતીય કલાકાર બન્યાં હતાં.