મૃત્યુ પામેલા વકીલોના વારસોને BCGની દોઢ કરોડની સહાય
January 29, 2023

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ની એડમિનિસ્ટ્રેટિવ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 53 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રુ. દોઢ કરોડ જેટલી રકમ ચુકવવામાં આવશે. આ તમામ ધારાશાસ્ત્રીઓ બીસીજીના ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડના નિયમિત સભ્ય હતા અને નિયમિત રીતે રિન્યુઅલ ફી ચુકવનાર અને પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનુ ફોર્મ ભરતા હતા. મહત્વનુ છે કે, છેલ્લા ત્રણ માસમાં ગુજરી ગયેલા 91 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોએ મૃત્યુ સહાય મેળવવા માટે બીસીજીને અરજી કરેલી. જેમાંથી, બીસીજીએ 53 ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજી અંગે નિર્ણય લીધો છે.
બીસીજીના વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરેલ ન હોય તેમજ પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનુ ફોર્મ ન ભરનારા બાકીના 38 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુ સહાય મેળવવા માટેની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવેલી છે. આ મુદ્દે બીસીજીના ચેરમેન અનિરુદ્ધસિંહ એચ. ઝાલા, એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્યો અનિલ સી. કેલ્લા, કિશોરકુમાર આર. ત્રિવેદી, સી. કે. પટેલ સહિતનાઓની હાજરીમાં મિટીંગ યોજાયેલી. મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમાં રુ. 3.50 લાખ મૃત્યુ સહાય ચુકવાય છે. અત્યાર સુધીમાં રુ. 65 કરોડ જેટલી રકમ ચુકવાઈ છે.
Related Articles
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડ...
Mar 24, 2023
ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 1291
ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા,...
Mar 24, 2023
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહા...
Mar 24, 2023
રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દંડ; જામીન મળી ગયા, કહ્યું- મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો
રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દ...
Mar 23, 2023
ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, સૌથી વધુ અમદાવાદમાં કેસ
ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 100...
Mar 22, 2023
ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખેલ્યો પ્રણયફાગ, માણ્યું શરીરસુખ
ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખ...
Mar 22, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023