જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..' પતિએ પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા
March 26, 2025

પ્રેમી માટે 9 વર્ષના લગ્ન અને 2 બાળકોને છોડ્યા
કબીરનગર- ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક મહિલાએ બે બાળકો અને તેના પતિને છોડીને પોતાના પ્રેમીનો હાથ પકડ્યો છે. પરંતુ તેમાં સૌથી મોટી વાત એ છે કે, આ મહિલાના પતિએ જ પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા છે. અને તેના હાથે જ પોતાની પત્નીને તેના પ્રેમીને સોપી હતી. હકીકતમાં આ મામલો ઉત્તર પ્રદેશના સંતકબીરનગરમાં ઘનઘટા વિસ્તારના એક ગામનો છે. જ્યાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. પહેલા પતિએ પોતાની પત્ની સાથે કોર્ટમાં નોટરી કરાવી અને ત્યાર બાદ એક મંદિરમાં જઈને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા હતા. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આ મહિલાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. મહિલા અને તેના પતિથી બે બાળકો પણ થયા છે. આ દરમિયાન મહિલાને ગામમાં જ રહેતા એક યુવક સાથે આંખો મળી ગઈ હતી. આ સંબંધ ધીરે ધીરે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જ્યારે આ વાત મહિલાના પતિને ખબર પડી તો પહેલા તો તેણે પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે સમજાવતા તે ન માની. ત્યારે તેના પતિએ ગામવાળાઓ સામે આ વાત મુકી કે મારી પત્ની એક વાત નક્કી કરી લે કે તે મારી સાથે રહેવા માંગે છે કે, તેના પ્રેમીની સાથે? મહિલાએ તેના જવાબમાં પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આખું ગામ ચોંકી ઉઠ્યું હતું.
પતિએ કહ્યું કે, સારુ, તુ ખુશ રહેજે. હું તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવી આપુ છું અને બાળકોની પરવરિશ હું ખૂદ કરીશ. મહિલા બાળકોને છોડીને છોડવા પણ રાજી થઈ ગઈ તો સમાજે તેને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા. પતિ આ દરેકનો સાક્ષી બની ઉભો રહ્યો.
આવા કિસ્સાઓમાં સમાજમાં હત્યા જેવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે ત્યારે આ એક અજીબ ઘટના છે
Related Articles
બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર
બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બ...
Mar 31, 2025
વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર
વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાન...
Mar 31, 2025
હરિયાણામાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ
હરિયાણામાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથ...
Mar 31, 2025
પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી, ગંભીર રીતે દાઝતા અમદાવાદ રિફર
પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી...
Mar 31, 2025
ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ
ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો વકફ બિલ મુદ્...
Mar 31, 2025
વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજોએ ઈદની શુભકામના પાઠવી : સમાજમાં આશા-સદ્ભાવની ભાવના વધારો
વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજોએ ઈદની શુભકામ...
Mar 31, 2025
Trending NEWS

31 March, 2025

31 March, 2025

31 March, 2025

31 March, 2025

30 March, 2025

30 March, 2025

30 March, 2025

30 March, 2025

30 March, 2025

30 March, 2025