અમેરિકાએ F-1 વિઝા રદ કરતાં વિદ્યાર્થીઓમાં ખળભળાટ

March 30, 2025

અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-1 વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે. જણાવી દઈએ કે, આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (DOS) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના F-1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આદેશ છે કે, જો આ વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને તાત્કાલિક પોતાના દેશ નહીં જાય તો તેમને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે કોઈ અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ કાર્યવાહી કથિત રૂતે કેમ્પસ એક્ટિવિધઝમમાં ભૌતિક રૂપે સામેલ થનારા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની હતી. પરંતુ, હવે આ તેનાથી પણ આગળ વધી ગયું છે. એટલે કે, હવે તેમાં એવા વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે, જે વિરોધ પ્રદર્શનમાં ભૌતિક રીતે ભલે સામેલ ન હોય પરંતુ, કોઈપણ પ્રકારે અમેરિકાના 'રાષ્ટ્ર વિરોધી' સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, લાઇક કરી અથવા કોમેન્ટ કરનારા પણ સામેલ હતાં. આવા તમામ વિદ્યાર્થીઓ હવે કાર્યવાહી હેઠળ તપાસના દાયરામાં આવી ગયા છે. જેનાથી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમા પર ચિંતા વધી ગઈ છે. આ ઈમેલથી પ્રભાવિત લોકોંમાં અમુક ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.