ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા
April 02, 2025

ઝારખંડના ગિરિડીહમાં લોકાય નયનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરદૌની ગામમાં મંગળવારે એક મહિલા અને તેના બે બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મૃતક મહિલાના પતિ ચારો હેમ્બ્રમ અને સસરા તાલો હેમ્બ્રમની અટકાયત કરી છે. આ ઘટના અંગે પોલીસે કરેલા ખુલાસા ચોંકાવનારા છે. મૃતકોમાં ચારો હેમ્બ્રમની પત્ની રેણુઆ ટુડુ (30 વર્ષ), પુત્રી સરિતા હેમ્બ્રમ (9 વર્ષ) અને પુત્ર સતીશ હેમ્બ્રમ (6 વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેયની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, મૃતક મહિલાના પતિ ચારો હેમ્બ્રમે પોલીસને જણાવ્યું હતું કે, 'મે સોમવારે રાત્રે પત્નીને ગામના એક યુવાન સાથે જોઈ હતી. જેના કારણે મે પત્નીને માર માર્યો હતો. ત્યારબાદ પત્ની રાત્રે બંને બાળકો સાથે ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ. પત્ની અને પુત્રની ક્રૂરતાથી હત્યા કરીને પાનિયાય ગામના તળાવ પાસે એક ઝાડ પર મૃતદેહને લટકાવીને તેને આત્મહત્યા જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.'
આરોપીએ પુત્રી સરિતા હેમ્બ્રમની બંને આંખો ફોડી નાખી હતી અને તેની ક્રૂરતાથી હત્યા કરીને મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો. મંગળવારે સવારે ગામલોકોએ માતા અને પુત્રના મૃતદેહ ઝાડ પર લટકતા જોયા. ગ્રામજનોએ ચારો હેમ્બ્રમ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ દુ:ખદ ઘટનાની માહિતી મળતા લોકાય નયનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત કુમાર ચૌધરી અને થાનસિંહડીહ ઓપી ઈન્ચાર્જ નીરજ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને માતા-પુત્રના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યા હતા.
Related Articles
ISROએ અદભૂત ટેકનોલોજી શોધી ! વીજળી ક્યાં પડશે, પહેલા જ મળી જશે એલર્ટ
ISROએ અદભૂત ટેકનોલોજી શોધી ! વીજળી ક્યાં...
Apr 02, 2025
કોંગ્રેસના દિગ્ગજ ભુપેશ બઘેલની મુશ્કેલી વધી, 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા
કોંગ્રેસના દિગ્ગજ ભુપેશ બઘેલની મુશ્કેલી...
Apr 02, 2025
આગ્રામાં IPL સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, પોલીસે 9 લોકોની કરી ધરપકડ
આગ્રામાં IPL સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ,...
Apr 02, 2025
સૂર્ય તિલક, લાખો મંત્રોની આહુતિ, 56 ભોગ.. પ્રભુ રામના વધામણાની તૈયારીઓ
સૂર્ય તિલક, લાખો મંત્રોની આહુતિ, 56 ભોગ....
Apr 02, 2025
મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, વહેલી સવારે 5ને કાળ ભરખી ગયો
મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે...
Apr 02, 2025
'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભાજપે જાહેર કર્યું વ્હિપ
'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભા...
Apr 01, 2025
Trending NEWS

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025