કેનેડા, મેક્સિકો દેશોના નામ ટ્રમ્પની 'ટેરિફ બોમ્બ'ની યાદીમાંથી ગાયબ?

April 03, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો માટે તેમની 'અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસી' હેઠળ ટેરિફની જાહેરાત કરી છે. જેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે 2 એપ્રિલે ટેરિફની જાહેરાત કરી
હતી, ત્યારે તેની સૌથી આશ્ચર્યજનક બાબત આ હતી. આ યાદીમાં ભારત, ચીન અને પાકિસ્તાન સહિત ડઝનબંધ દેશો હતા, પરંતુ કેનેડા અને મેક્સિકોનું નામ નથી.

એમાં પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો અને કેનેડા પરના ટેરિફ વિશે સૌથી વધુ ગુસ્સે હતા. કેનેડામાં શીત યુદ્ધ જેવી સ્થિતિ હતી. પરંતુ કેનેડા કે મેક્સિકો અમેરિકાની ટેરિફ યાદીમાં નથી. જ્યારે વિશ્વના ઘણા ગરીબ દેશો પર પણ
ભારે ટેરિફ લાદવામાં આવ્યા છે. અમેરિકાએ ગરીબ દેશો પર પણ દયા નથી દર્શાવી. તેમાં મ્યાનમાર, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશો પણ સામેલ છે. અમેરિકાએ ભારત પર 26% જ્યારે ચીન પર 36% ટેરિફ લાદ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે કેનેડા અને મેક્સિકો વેપારમાં અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ દેશો ગેરકાયદેસર
ઇમિગ્રન્ટ્સ અને ડ્રગ્સ, ખાસ કરીને ફેન્ટાનાઇલની દાણચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ દેશોને સબસિડી આપવાનો કોઈ અર્થ નથી અને ટેરિફ અમેરિકન હિતોનું રક્ષણ કરશે. કેનેડા અને મેક્સિકોએ જવાબી ટેરિફની ધમકી આપી હતી, જેનાથી ટ્રમ્પ વધુ ગુસ્સે થયા હતા. મેક્સિકો અને કેનેડા અંગે
ટ્રમ્પનું વલણ કડક હતું 

યુએસ ટેરિફ યાદીમાંથી કેનેડા અને મેક્સિકોના નામ ગાયબ થવાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પની તત્કાલીન કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથેની સફળ વાતચીત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર
ઇમિગ્રેશન અને ફેન્ટાનાઇલની દાણચોરીને રોકવા માટે 25% ટેરિફની ધમકી આપી હતી. બંને દેશોએ સરહદ સુરક્ષા અને વેપાર ખાધ પર સહયોગનું વચન આપ્યા પછી ટેરિફ અસ્થાયી ધોરણે મુલતવી રાખવામાં આવ્યું હતું. એટલું જ
નહીં, USMCA કરારે પણ આમાં ભૂમિકા ભજવી હતી.

USMCA નું પૂરું નામ યુનાઈટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ છે. USMCA (યુનાઈટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા કરાર) ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમલમાં આવ્યો હતો. તે મુક્ત વેપારને પ્રોત્સાહન આપે છે. 

વ્હાઇટ હાઉસ અનુસાર, કેનેડા અને મેક્સિકોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી કારણ કે તેઓ USMCA હેઠળ છે. USMCA માલ પર 0% ટેરિફ હશે પરંતુ નોન USMCA માલ પર 25% ટેરિફ અને ઊર્જા પર
10% ટેરિફ હશે. 

મેક્સિકો અને કેનેડાને ટેરિફમાં છૂટ આપવાનું કારણ ઉત્તર અમેરિકન સપ્લાય ચેઇન છે, ખાસ કરીને ઓટોમોબાઇલ અને ઉર્જા ક્ષેત્રની સુરક્ષા કરવાનું છે, જે યુએસ અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. જો કે, જો કેનેડા અને મેક્સિકો સીમા
સુરક્ષા અને વેપાર ખાધ પર યુએસને સહકાર ન આપે તો ટૂંક સમયમાં તેમના પર પણ ટેરિફ લાદવામાં આવી શકે છે.