જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડામણ, અધિકારી સહિત 3 જવાન ઇજાગ્રસ્ત

September 08, 2025

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે લડાઇ ચાલુ છે. ત્યારે કુલગામમાં આતંકીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ હોવાનું સામે આવ્યુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન આ અથડામણ થઇ. ગુદ્દરના જંગલોમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ રહ્યું છે. 

સેના,પોલીસ, સીઆરપીએફ અને RRનું સંયુ્ક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  મળતી માહિતી મુજબ આતંકીઓ દ્વારા સેનાના જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં અધિકારી સહિત 3 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. કુલગામમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.