રશિયન એન્ટરમિક્સ કેન્સર વેક્સિન હવે ઉપયોગ માટે તૈયાર

September 07, 2025

હવે વિજ્ઞાનિકોની મંજૂરીની રાહ જોવાઈ રહી છે, અન્ય કેટલાક પ્રકારની કેન્સરની વેક્સિન પર કામ ચાલુ 


રશિયાએ કેન્સર સામેની લડાઈમાં એક નવી સફળતા મેળવી છે. ત્યાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (FMBA) FMBA એ કેન્સરની વેક્સિન તૈયાર કરી છે. FMBD ના પ્રમુખ વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ કહ્યું કે, રશિયન એન્ટરમિક્સ કેન્સર વેક્સિન હવે ઉપયોગ માટે તૈયાર થઈ ગઈ છે. આ mRNA-આધારિત વેક્સિને તેની સલામતી અને અસરકારકતા સાબિત કરીને તમામ પ્રીક્લિનિકલ પરીક્ષણો સફળતાપૂર્વક પાસ કર્યા છે. આ વેક્સિનનું પ્રાથમિક લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર (કોલોન કેન્સર) હશે.


રશિયન સમાચાર એજન્સી TASS ના રિપોર્ટ પ્રમાણે રશિયાની કેન્સર વેક્સિને શાનદાર પ્રદર્શન કર્યું છે અને FMBA ના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ખાતે આની જાહેરાત કરી છે. સ્કવોર્ટ્સોવાએ કહ્યું કે, 'આ સંશોધન ઘણા વર્ષો સુધી ચાલ્યું અને તેમાં છેલ્લા ત્રણ વર્ષ માત્ર ફરજિયાત પ્રીક્લિનિકલ અભ્યાસો જ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે વેક્સિન સંપૂર્ણપણે ઉપયોગ કરવા તૈયાર છે. હવે અમે અધિકૃત મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.'તેમણે કહ્યું કે, પ્રીક્લિનિકલ ટ્રાયલ્સ વેક્સિનની સલામતી, વારંવાર ઉપયોગ છતાં તેની અસરકારકતાની પુષ્ટિ કરે છે. આ સમયગાળા દરમિયાન સંશોધકોએ ટ્યૂમરના કદમાં ઘટાડો અને વિકાસમાં ઘટાડો જોયો. આ ઉપરાંત, અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે કે, વેક્સિનના કારણે દર્દીના જીવિત રહેવાના દરમાં વધારો કરે છે. 
આ વેક્સિનનો શરુઆતનું લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર હશે. આ ઉપરાંત, ગ્લિઓબ્લાસ્ટોમા (મગજનું કેન્સર) અને ઓક્યુલર મેલાનોમા (આંખના કેન્સરનો એક પ્રકાર) સહિત ચોક્કસ પ્રકારના મેલાનોમા માટે વેક્સિન વિકસાવવામાં આશાં બંધાઈ છે, જે હાલમાં તેમના અદ્યતન તબક્કામાં છે.