ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં

September 07, 2025

કેન્દ્રીય રાજ્ય મંત્રી ( સ્વતંત્ર પ્રભાર ) જયંત ચૌધરીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. NDA નેતાએ દાવો કર્યો છે કે વિપક્ષના અનેક સાંસદ તેમના સંપર્કમાં છે અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવારના પક્ષમાં મતદાન કરશે. 
જયંત ચૌધરીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'અમારો વિજય નિશ્ચિત છે, કારણ કે NDAમાં કોઈ ઉથલપાથલ થવાની નથી, પણ વિપક્ષના અનેક સાંસદ અમારા પક્ષમાં મતદાન કરવા તૈયાર છે.' 
વિપક્ષ દ્વારા બિહાર ચૂંટણી પહેલા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ મામલે જયંત ચૌધરીએ જવાબ આપતા કહ્યું, કે 'વિપક્ષ ભય ફેલાવવાનું કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની SIRની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી આવે છે.' 


- ક્યારે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી? 
9 સપ્ટેમ્બર, 2025. પહેલા મતદાન થશે બાદમાં તે જ દિવસે પરિણામ જાહેર કરાશે. 
કોણ કોણ છે ઉમેદવાર? 
NDAના ઉમેદવાર: સી પી રાધાકૃષ્ણન
વિપક્ષના સંયુક્ત ઉમેદવાર : બી સુદર્શન રેડ્ડી