ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો : રાધાકૃષ્ણનને 'નંબર ગેમ' તો સુર્દશનને 'અંતરાત્માની અવાજ' પર વિશ્વાસ

September 08, 2025

ઉપરાષ્ટ્રપતિ પદ માટે મંગળવારે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ વોટિંગ છે. સત્તા પક્ષ એનડીએના સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકના સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાલબો છે. એનડીએના નંબર ગેમના આધાર પર જીત જોવા મળી રહી છે, પરંતુ વિપક્ષી ઉમેદવારા સુર્દશન રેડ્ડીને સાંસદોની અંતરાત્માની અવાજ પર વધુ વિશ્વાસ છે. આવી રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબજ રસપ્રદ બની ગઇ છે.

સંસદના બંને સંદન લોકસભા અને રાજ્યસભાના સદસ્ય ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટિંગ કરે છે. આ સંદર્ભમાં, સાંસદોની સંખ્યાના સંદર્ભમાં NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ઇન્ડિયા બ્લોક ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી કરતાં આગળ છે.રાધાકૃષ્ણનને 439 તો સુર્દશનને 324 સાંસદોનુ સમર્થન મળવાની આશા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA અને 'ઈન્ડિયા' બ્લોકે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

ભાજપના નેતૃત્વ હેઠળના NDA સામે 'ઈન્ડિયા' બ્લોકને કઠિન ટક્કર આપવાનો પડકાર છે. એવામાં તે અંતરાત્માનો અવાજના આધાર પર પોતાની સંખ્યા વધારવાનો દાવ રમી રહ્યા છે. સુદર્શન રેડ્ડીએ વિડિયો અપીલ જાહેર કરીને વિપક્ષી સાંસદોને આકર્ષવા માટે એક પગલું ભર્યું છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી કેવી રીતે હોય છે? 
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા અને રાજ્ય સભાના સદસ્ટ મતદાન કરે છે. આ સંદર્ભે બંને સદનોના કુલ સાંસદોની સંખ્યા 781 છે. એટલે કે જીત માટે 392 સાંસદોનુ સમર્થ જોઇએ.
લોકસભા-542 અધ્યક્ષને છોડીને, એનડીએઃ 293 વિપક્ષઃ 234 અન્યઃ 15
રાજ્યસભા- કુલ સંખ્યા 245-6 = 239 એનડીએઃ 132 વિપક્ષઃ 77 અન્યઃ 30