લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સોનાના કળશની ચોરીનો પર્દાફાશ

September 08, 2025

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલના 15 ઓગસ્ટ પાર્કમાં ધાર્મિક સમુદાય દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. 2 દિવસ પહેલા જૈન સમુદાય દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં લોકોની ભીડનો લાભ ઉઠાવી ગઠિયાઓએ કિમંતી સોનાની કળશની ચોરી કરી. આયોજન સમિતિના સભ્ય પુનીત જૈને કહ્યું હતું કે ખાસ સ્થાપન પર સ્થાપેલ આ કળશનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓમાં ખાસ પૂજા દરમિયાન કરાય છે. 

ફક્ત પરંપરાગત પોશાક પહેરેલા અધિકૃત વ્યક્તિઓને જ ત્યાં સ્થાન પર પ્રવેશવાની મંજૂરી હોય છે. આ ઘટના સામે આવતા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એકસનમાં આવી. પોલીસે કળશની ચોરી મામલે તમામ સ્થાનો પર ચકાસણી કરી. પોલીસે કળશની ચોરીને લઈને શંકાસ્પદ સ્થાનો પર ચકાસણી કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. 

સીસીટીવી ફૂટેજના આધારે ચકાસણી કરતાં કળશ ચોરનું પગેરું મળ્યું અને ઉત્તર પ્રદેશના હાપુડથી પોલીસે ચોરને ઝડપી પાડ્યો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કિમંતી સોનાના કળશની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો. દરમિયાન આરોપીની પૂછપરછ કરતા પોલીસને સામે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેણે અને તેના સાથીઓેએ મળીને 1 નહીં પરંતુ ત્રણ કળશની ચોરી કરી છે.

એક કળશ અને એક આરોપી ઝડપાયો. અને હવે પોલીસે અન્ય બે ચોરી કરાયેલા કિમંતી કળશને શોધવા બીજા બે આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડી ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી અન્ય બે કળશને લઈને વધુ વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.