સૂર્ય તિલક, લાખો મંત્રોની આહુતિ, 56 ભોગ.. પ્રભુ રામના વધામણાની તૈયારીઓ

April 02, 2025

રામનવમીને લઇને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 6 એપ્રિલે બપોરે 12 વાગે રામલલ્લાના કપાળે સૂર્ય તિલક થવાનું છે. આ દિવસ ખાસ છે. રામલલ્લાના જન્મને લઇને શ્રદ્ધાળુઓ પણ એટલા જ ઉત્સાહિત છે. રામજન્મની લઇને રામમંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે આ અંગે વધારે માહિતી આપી હતી.

મહત્વનું છે કે અયોધ્યામાં રામ નવમીનો તહેવાર શ્રદ્ધા, ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહનું પ્રતીક બની ગયો છે. આ વખતે અયોધ્યામાં રામ નવમી વધુ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. 6 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર આ કાર્યક્રમ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની આ બીજી રામ નવમી હશે, જેમાં તેમની જન્મજયંતિ નિમિત્તે વિશેષ વિધિઓ કરવામાં આવશે.

6 એપ્રિલે રામલલ્લાના જન્મને લઇને તૈયારીઓ

  • ભગવાન રામની લીલા-ગાથાઓ અંગે જનતાને વર્ણન કરાશે. જે માટે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 29 માર્ચથી રામ કથાનો પ્રારંભ થયો છે. જે 6 એપ્રિલના રોજ પૂર્ણ થશે.
  • ગર્ભગૃહની બહાર સવારે 3 કલાક 8.30 થી 11.30 વાગે રામચરિત માનસના પારાયણ કરવામાં આવે છે. દિવસમાં બે વખતે પારાયણ કરવામાં આવી રહ્યા છે.
  • રામલલ્લા સામે ભગવાનના વધામણા ગીતો સાંજના સમયે સંભળાવવામાં આવશે
  • જે સ્થાન પર પ્રાણપ્રતિષ્ઠાનો યજ્ઞ થયો છે ત્યાં 1 લાખ મંત્રોની આહુતિ આપવામાં આવી રહી છે. લગભગ 3 કલાક આહુતિ આપવામાં આવે છે.
  • 6એપ્રિલે સવારે ભગવાનનો અભિષેક થશે
  • 9.30થી 10.30 વાગે ભગવાનનો શણગાર થશે અને ભોગ ધરાવવામાં આવશે
  • બપોરે 12 વાગે જન્મનો સમય છે તે સમયે જન્મની આરતી થશે.
  • 56 ભોગ ધરાવાશે. રામ સૂર્ય વંશી છે. તેમનો જન્મ સૂર્યવંશ થયો છે.
  • બપોરે 12 વાગે રામલલાના કપાળે સૂર્ય તિલક થશે.
  • આ પ્રયોગ ગત વર્ષે સફળ રહ્યો. જે 4 મિનિટ સૂર્ય કિરણ કપાળને પ્રકાશિત કરે છે.