મ્યાનમારમાં ભૂકંપે વિનાશ વેર્યો, ઈસરોએ જાહેર કરી વિનાશની સેટેલાઈટ તસવીરો

April 01, 2025

ગયા શુક્રવારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં મ્યાનમારમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારત સહિત વિવિધ દેશો મ્યાનમારને મદદ કરી રહ્યા છે અને ત્યાં બચાવ કામગીરી પણ ચલાવી રહ્યા છે. આ બધા વચ્ચે ઈસરોએ મ્યાનમારમાં ભૂકંપથી થયેલા વ્યાપક નુકસાનની સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે.

ISROએ તેના સૌથી બેસ્ટ પૃથ્વી ઇમેજિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 નો ઉપયોગ કરીને પૃથ્વીથી 500 કિલોમીટરની ઊંચાઈએથી મ્યાનમારમાં થયેલા વિનાશની તસવીરો કેપ્ચર કરી છે. ISROનું કાર્ટોસેટ-3 એ 50 સેન્ટિમીટરથી ઓછા રિઝોલ્યુશન પર તસવીરો લેવામાં સક્ષમ છે. જે 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભૂકંપના એક દિવસ બાદ 29 માર્ચના રોજ ઈસરોએ મ્યાનમારના માંડલે અને સેંગોગ શહેરની તસવીરો લીધી હતી. ઈસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મંડલે શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે.