ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટની આગાહી
April 02, 2025

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
રાજ્યમાં આજે હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?
- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.
- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.
- પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.
Related Articles
સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું
સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લી...
Apr 03, 2025
રાજકોટની ફાઇનાન્સ કંપનીમાં 4 કરોડનું લોન કૌભાંડ, 28 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ
રાજકોટની ફાઇનાન્સ કંપનીમાં 4 કરોડનું લોન...
Apr 01, 2025
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે...
Apr 01, 2025
પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ
પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બ...
Mar 31, 2025
અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, જય-અંબેના નાદથી ગુંજી-ઉઠયું મંદિર
અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, જય-અંબેના ના...
Mar 31, 2025
સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20 લાખ પડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20...
Mar 31, 2025
Trending NEWS

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025