નોઇડાના સેક્ટર 18ના શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ, અનેક લોકો ફસાયાની શંકા

April 01, 2025

નોઇડાના સેક્ટર 18ના શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી. અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.  આગ લાગવાથી શોપિંગ કોમ્પ્લેક્સમાં રહેલા લોકોમાં ભારે ડરનો માહોલ ફેલાયો. લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. પરંતુ મળતી માહિતી મુજબ કૃષ્ણ અપરા પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે.  જ્યારે ઉપરના માળે રહેલા લોકોને બચાવવા માટે તજવીજ ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે શોપિંગ કોમ્પ્લેક્સની અંદર લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે કાચ તોડી દેવાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ચોથા માળેથી દોરડા મારફતે નીચે ઉતરતા પણ જોવા મળ્યા હતા . ઘટનાને પગલે ફાયર વિભાગ દોડી આવ્યું છે. આગ ઓલવવા માટે તજવીજ હાથ ધરી છે. કહેવામાં આવ્યુ છે કે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.  આ કોમ્પ્લેક્સમાં અનેક ઑફિસ પણ છે. જે ઉપરના માળે છે. ગ્રાઉન્ડ ફ્લોર પરના લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા છે.