મોહમ્મદ યુનુસ સાથેની બેઠકમાં મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા
April 04, 2025

થાઈલેન્ડમાં યોજાયેલી BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશ સરકારના વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મામલે યોગ્ય જવાબદારી નિભાવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકારના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓના જે હાલ છે, તે મુદ્દાને વડાપ્રધાન મોદીએ યુનુસ સમક્ષ ઉઠાવ્યો છે. ચિંતા વ્યક્ત કરતાં પીએમ મોદીએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, બાંગ્લાદેશની સરકાર આ મામલે યોગ્ય કામગીરી કરતાં સારી રીતે જવાબદારી નિભાવશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ લોકતાંત્રિક, સ્થાયી, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને વધુ સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની પ્રતિબદ્ધતા દર્શાવી છે. બાંગ્લાદેશ સાથે વધુ સકારાત્મક અને નિર્ણાયક સંબંધ સ્થાપિત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. મિસ્રીએ જણાવ્યું હતું કે, આ વાતચીત દરમિયાન યુનુસે શેખ હસીનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ કંઈ પણ કહેવું યોગ્ય ન હોવાનું જણાવી આ વાત ટાળી હતી. મોદીએ કહ્યું કે, આ પ્રકારના નિવેદનોથી દૂર રહેવુ જોઈએ. જેનાથી કારણ વિનાના દ્વિપક્ષીય સંબંધ ખરાબ થઈ શકે છે.
Related Articles
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર:...
Apr 05, 2025
રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ માર્બલની મૂર્તિ સ્થાપિત કરાશે
રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ...
Apr 05, 2025
'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય...', વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા
'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થ...
Apr 05, 2025
ખંડવામાં અવાવરું કૂવાની સફાઇ ઉતરેલા 8 લોકોનાં ઝેરીગેસથી મોત
ખંડવામાં અવાવરું કૂવાની સફાઇ ઉતરેલા 8 લો...
Apr 05, 2025
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ પોતાની સંપત્તિની જાહેરાત કરશે : સીજેઆઈ
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ પોતાની સં...
Apr 05, 2025
મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે ભારતીય રેલ્વે સંબંધિત 4 પ્રોજેક્ટને મંજૂરી આપી
મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે શુક...
Apr 05, 2025
Trending NEWS

05 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025