દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન
April 04, 2025

ભારતીય અભિનેતા મનોજ કુમાર તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા. તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
Related Articles
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત છે
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જ...
Apr 01, 2025
સિનેમાઘરોમાં ઈદ પર 'સિકંદર' નો દબદબો જોવા મળ્યો, તોડ્યો પોતાનો જ રેકોર્ડ
સિનેમાઘરોમાં ઈદ પર 'સિકંદર' નો દબદબો જોવ...
Apr 01, 2025
કિયારા અડવાણીને ટોક્સિક માટે 15 કરોડ રૂપિયા ચૂકવાયાની ચર્ચા
કિયારા અડવાણીને ટોક્સિક માટે 15 કરોડ રૂપ...
Mar 22, 2025
આમિર ખાનની ત્રીજી લવ સ્ટોરી, 'ભુવન' ને આખરે મળી 'ગૌરી', એક્ટરની માત્ર બે જ ફિલ્મો જોઈ છે
આમિર ખાનની ત્રીજી લવ સ્ટોરી, 'ભુવન' ને આ...
Mar 17, 2025
સામંથાની પ્રોડયૂસર તરીકે પહેલી ફિલ્મ રીલિઝ માટે તૈયાર
સામંથાની પ્રોડયૂસર તરીકે પહેલી ફિલ્મ રીલ...
Mar 17, 2025
26 અનાથ આશ્રમ, 46 મફત સ્કૂલો ચલાવતો સાઉથનો સુપરસ્ટાર રિયલ લાઈફ હીરો હતો
26 અનાથ આશ્રમ, 46 મફત સ્કૂલો ચલાવતો સાઉથ...
Mar 17, 2025
Trending NEWS

05 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025