વક્ફ બિલ ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ
April 04, 2025

રાષ્ટ્રીય લોક દળના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ વક્ફ બિલને પાર્ટીના સમર્થનથી નારાજ થઈને તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો જાહેર કરીને જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, 'તેઓ ભટકી ગયા છે. મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો, પરંતુ તેમણે સમુદાય સાથે ન્યાય ન કર્યો.
રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે, 'જયંત ચૌધરી ધર્મનિરપેક્ષતાના માર્ગથી ભટકી ગયા છે અને હવે તેમની નીતિઓ સમુદાયના હિતોની વિરુદ્ધ છે. મુસ્લિમોએ મોટી સંખ્યામાં જયંત ચૌધરીને મત આપ્યા હતા, પરંતુ તેઓએ અમારી સાથે ઉભા રહેવાને બદલે વકફ બિલને સમર્થન આપ્યું છે. જે અમારી લાગણીઓ અને અધિકારોની વિરુદ્ધ છે.'
રિઝવીએ તેમના વીડિયોમાં એમ પણ કહ્યું કે,'જે પક્ષોને મુસ્લિમોએ સમર્થન આપ્યું હતું, અને મુખ્યધારામાં લાવ્યા હતા, આજે એ જ પાર્ટીઓ તેમની વિરુદ્ધ બનેલા કાયદાઓનું સમર્થન કરી રહી છે.' તેમણે ખાસ કરીને જયંત ચૌધરીનું નામ લેતાં કહ્યું કે, 'જે નેતાઓ પોતાને ધર્મનિરપેક્ષ કહેતા હતા તેમણે આજે મુસ્લિમો સાથે દગો કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ(RLD)ના 10 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાં મુસ્લિમોનું મોટું યોગદાન હતું. મુસ્લિમોએ સર્વાનુમતે મતદાન કરીને આ પાર્ટીને મજબૂત બનાવી હતી, પરંતુ હવે જ્યારે તેમને જરૂર હતી ત્યારે પાર્ટીએ તેમને સાથ ન આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે, 'સરકારો તો આવતી અને જતી રહશે, પરંતુ સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. ચૌધરી ચરણ સિંહે બતાવેલા માર્ગથી ભટકવું યોગ્ય નથી. મુસ્લિમોના મનમાં વિશ્વાસ હતો કે આ પાર્ટી તેમના અધિકારોની વાત કરશે, પરંતુ હવે તેઓ છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.'
Related Articles
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર:...
Apr 05, 2025
રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ માર્બલની મૂર્તિ સ્થાપિત કરાશે
રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ...
Apr 05, 2025
'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય...', વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા
'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થ...
Apr 05, 2025
ખંડવામાં અવાવરું કૂવાની સફાઇ ઉતરેલા 8 લોકોનાં ઝેરીગેસથી મોત
ખંડવામાં અવાવરું કૂવાની સફાઇ ઉતરેલા 8 લો...
Apr 05, 2025
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ પોતાની સંપત્તિની જાહેરાત કરશે : સીજેઆઈ
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ પોતાની સં...
Apr 05, 2025
મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે ભારતીય રેલ્વે સંબંધિત 4 પ્રોજેક્ટને મંજૂરી આપી
મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે શુક...
Apr 05, 2025
Trending NEWS

05 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025

04 April, 2025