મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

December 04, 2025

મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટ હવામાં હતી ત્યારે તેમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ ગંભીર ધમકીને પગલે પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો અને ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી.

અચાનક થયેલા લેન્ડિંગ અને બોમ્બની વાત વહેતી થતા વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.