પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી

December 04, 2025

દિલ્હી ઃ રશિયાના પ્રમુખ પુતિન ગુરૂવારે સાંજે ભારતની યાત્રાએ આવી પહોંચ્યા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૨૫ વર્ષ પૂર્વે થયેલી મુલાકાતની યાદ તાજી થઈ છે. 2001માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તે સમયે વડાપ્રધાન પદે રહેલા અટલબિહારી વાજપેયી સાથે મોસ્કો ગયા હતા તે સમયે પણ રશિયાના પ્રમુખપદે વ્લાદીમિર પુતિન સાથે તેમની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી.

વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં પુતિનની ભારત યાત્રાનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પ્રાદેશિક અને વૈશ્વિક પ્રશ્નો ગંભીર બની રહ્યા છે તેવે સમયે રશિયા ભારત સાથે 'વ્યૂહાત્મક અને વિશિષ્ટ તથા સવિશેષ ભાગીદારી' રચવા આતુર છે.


બીજી બાબત એ છે કે બંને દેશો વચ્ચે વર્ષોથી સારા સંબંધો જ રહ્યા છે તેમાં કોઈ આરોહ- અવરોહ આવ્યા નથી. નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન બંને નેતાઓ પ્રાદેશિક તેમજ વૈશ્વિક પરિસ્થિતની ચર્ચા કરવાના છે.