અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો
April 04, 2025

તો બીજી તરફ રાંચીમાં પણ અલ્પસંખ્યક સમુદાય (મુસ્લિમ)એ સંસદના બંને સદનો દ્વારા મંજૂર વક્ફ બિલમાં સંશોધનના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જુમાની નમાજ બાદ એકરા મસ્જિદની બહાર પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને પોતાની માંગ અને આ સંશોધનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારી બિલમાં ફેરફારને પોતાના અધિકારો પર હુમલો ગણાવી રહ્યા છે.
બિહારના જમુઇના રજા નગર ગૌસિયા મસ્જિદમાં પણ જુમાની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર હતા. લોકોને મુખ્યમંત્રી નીતીશ કુમાર, પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંજી, લોજપા (આર)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરી અને વિધાનસભા ચૂંટણીમાં પાઠ ભણાવવાની વાત કહી.
આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ મોડમાં છે. જુમાની નમાજને લઇને રાજધાની લખનઉ, સંભલ, બહરાઇચ, મુરાદાબાદ, મુજફફરનગર, સહારનપુર અને નોઇડા સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. બિલના વિરોધ પ્રદર્શનની આશંકાને લીધે લખનઉના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોન અને સી.સી.ટી.વી. વડે નજર રાખવામાં આવી રહી છે.
સંસદમાંથી વક્ફ સંશોધન બિલ પાસ થયા બાદ હિંસાની આશંકાને જોતાં નાગપુર પોલીસે એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે હિંસક દ્વશ્યોવાળા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. યૂપી પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે અને અફવાઓ ફેલાનારાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ છે.
Related Articles
ગુજરાતમાં બીનખેતી જમીનની પ્રક્રિયા કરાઈ સરળ, 10 દિવસમાં NA મળશે, નવી-અવિભાજ્ય જમીનો જૂની શરતની ગણાશે
ગુજરાતમાં બીનખેતી જમીનની પ્રક્રિયા કરાઈ...
Apr 08, 2025
અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં આગલાગી, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભાગદોડ
અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે...
Apr 08, 2025
નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ
નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એક...
Apr 08, 2025
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ...
Apr 08, 2025
સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત
સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉ...
Apr 07, 2025
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં...
Apr 07, 2025
Trending NEWS

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025