રાજકારણ મારી ફૂલ ટાઈમ જોબ નથી, મોદી પછી PM બનવા મુદ્દે યોગીનો જવાબ

April 01, 2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે દિવસથી પીએમ મોદીની નિવૃત્તિ અંગે ચર્ચા ચાલી રહી હતી. તેમાં તેમના સ્થાને યોગી આદિત્યનાથને કમાન સોંપવાની અટકળો પણ વહેતી થઈ હતી. જેના પર સ્પષ્ટતા કરતાં  યોગી આદિત્યનાથે કહ્યું કે 'રાજનીતિ એ મારી ફુલ ટાઈમ જોબ નથી.'

યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી સાથે તેમની રાજકીય કારકિર્દી, ભાજપમાં ઉત્તરાધિકારી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ અને દિશા વિશે લાંબી ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવેલો એક પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે. યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું હતું કે, આરએસએસ તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડા પ્રધાન તરીકે જોવા માંગે છે, તો તમે તેના વિશે શું કહેશો?

યોગી આદિત્યનાથને આ સવાલ પૂછવા પર તેમણે તુરંત જવાબ આપ્યો કે, રાજનીતિ મારી ફૂલટાઈમ જોબ નથી. હાલ ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું, ઉત્તર પ્રદેશની જનતા મને અહીં લાવી છે. જેથી હાલ અહીં કામ કરી રહ્યો છું. હું વાસ્તવમાં એક યોગી છું.  અમે લોકો જે સમયમાં છીએ...ત્યાં કામ કરી રહ્યા છે. તેની સાથે એક સમય મર્યાદા પણ હશે.