કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત

April 01, 2025

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થારમાં સવાર 4 પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ હાઈવે પર ફ્ત્યાબાદ ગામથી પસાર થતી કેનાલ નજીક થાર કાર અને એસ.ટી. બસ વચ્ચે ટક્કર થઈ હતી. પૂરઝડપે આવતી થાર ST બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત 15 જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. થાર કારમાં સવાર 4 લોકો પૈકી એકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.