કેનેડામાં કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર, લઘુતમ પગારમાં વધારો
April 01, 2025
નોવા સ્કોટિયા : કેનેડામાં વસતાં અને કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેનેડાની સરકારે આજથી કર્મચારીઓ માટે લઘુતમ પગાર વધાર્યો છે. કેનેડાએ ફેડરલ અને પ્રોવિશલ મિનિમમ પગારમાં 2.4 ટકા અર્થાત 0.45 ડોલર પ્રતિ કલાકનો વધારો કર્યો છે. હવે એક એપ્રિલથી કેનેડામાં કામ કરતાં કર્મચારીઓનો લઘુતમ પગાર કલાકદીઠ 17.30 ડોલરથી વધારી 17.75 ડોલર કર્યો છે.
કેનેડામાં બેન્કો, પોસ્ટલ-કુરિયર, ટેલિકોમ્યુનિકેશન્સ સહિત ખાનગી સેક્ટર્સમાં કામ કરતાં કર્મચારીઓના પગારમાં 2.4 ટકાનો વધારો આજથી લાગુ થયો છે. આ પગાર વધારાનો લાભ કેનેડાના નાગરિકો ઉપરાંત ઈમિગ્રન્ટ્સ પણ લઈ શકશે.
કેનેડા ઈમિગ્રન્ટ્સના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, કેનેડાના ટેમ્પરરી ફોરેન વર્કર્સમાં 22 ટકા ભારતીયો સામેલ છે. વર્ષ 2021માં 13.5 લાખ ભારતીયો કેનેડામાં વસે છે, જે દેશની કુલ વસ્તીના 3.7 ટકા છે.
કેનેડામાં ફુગાવાના આધારે દર વર્ષે એપ્રિલમાં લઘુતમ પગારમાં ફેરફાર કરવામાં આવે છે. કેનેડાનો ફુગાવો 2024ની સરેરાશ કરતાં વધી 2.4 ટકા નોંધાયો છે. નવા પગાર ધોરણના આધારે કોર્પોરેટ્સ અને સંસ્થાઓને તમામ કર્મચારીઓના પગાર વધારવા આદેશ આપવામાં આવ્યો છે.
ચાર પ્રોવિન્સમાં કેટલો પગાર વધ્યો
નોવા સ્કોટિયાઃ 15.30 ડોલરથી 15.65 ડોલર પ્રતિ કલાક
ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર: $15.60 થી $16.00 પ્રતિ કલાક
ન્યૂ બ્રુન્સવિક: $15.30 થી $15.65 પ્રતિ કલાક
યુકોન: $17.59 થી $17.94 પ્રતિ કલાક
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026