હિંદુઓ પાસેથી શિખો ધાર્મિક શિસ્ત, મહાકુંભ આનું શ્રેષ્ઠ ઉદાહરણ :CM યોગી

April 01, 2025

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મંગળવારે શેરીઓમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે પ્રયાગરાજમાં મહાકુંભને ધાર્મિક અનુશાસન અને વ્યવસ્થિત આચરણનું આદર્શ ઉદાહરણ પણ ગણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને પ્રયાગરાજ મહાકુંભનું ઉદાહરણ આપતા કહ્યું કે 66 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી.

યોગી આદિત્યનાથે કહ્યું, 'રસ્તા ચાલવા માટે છે અને જે આવું કહી રહ્યા છે. તેમણે હિન્દુઓ પાસેથી શિસ્ત શીખવું જોઈએ. 66 કરોડ લોકો પ્રયાગરાજ આવ્યા... ક્યાંય લૂંટફાટ નથી, ક્યાંય આગચંપી નથી, ક્યાંય છેડતી નથી, ક્યાંય તોડફોડ નથી, ક્યાંય અપહરણ નથી, આ શિસ્ત છે, આ ધાર્મિક અનુશાસન છે. 

કરોડો હિન્દુઓ ભક્તિભાવ સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આવ્યા, મહાસ્નાનમાં ભાગ લીધો અને પછી તેમના ગંતવ્ય તરફ આગળ વધ્યા. તહેવારો અને ઉજવણીઓ કે આવા કોઈ પ્રસંગો ગેરવર્તણૂકનું માધ્યમ ન બનવું જોઈએ. સગવડ જોઈતી હોય તો શિસ્તનું પાલન કરતા પણ શીખો.