અમેરિકા ટ્રમ્પની ધમકીનો અમલ કરશે તો તેને વળતો ફટકો પડશે :ખામૈની

April 01, 2025

અમેરિકાએ ભારત સહિત કેટલાક દેશો પર અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું કે આમ કરવું ખોટું હતું અને આ દેશોએ અમેરિકન નિકાસકારોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ભારત, જાપાન અને યુરોપિયન યુનિયન જેવા દેશોએ અમેરિકન સામાન પર ખૂબ ઊંચા ટેરિફ લાદ્યા છે.

ભારત અને અન્ય દેશો પર ઊંચા ટેરિફ લાદવાનો આરોપ લગાવતા, અમેરિકાએ 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેથી અમેરિકન વેપારીઓને ન્યાય મળી શકે. અમેરિકાએ ભારત પર 100% ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો છે. કેરોલિન લેવિટ કહે છે કે ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ડ્યુટી લાદે છે. જેના કારણે અમેરિકન ઉત્પાદનો માટે ભારત જેવા મોટા બજારો સુધી પહોંચવું મુશ્કેલ બને છે.

તેમણે વધુમાં કહ્યું, 'આ ડ્યુટી એટલી ઊંચી છે કે ભારતીય બજારમાં અમેરિકન સામાન લાવવો લગભગ અશક્ય બની ગયો છે.' આ ઉપરાંત, લેવિટે યુરોપિયન યુનિયનથી આવતા યુએસ ડેરી ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ, જાપાનથી આવતા યુએસ ચોખા પર 700 ટકા ટેરિફ અને કેનેડાથી આવતા યુએસ માખણ અને ચીઝ પર 300 ટકા ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો. તેમના મતે, આ બધા દેશો દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અમેરિકન વેપારીઓ માટે મોટી સમસ્યાઓનું કારણ બની રહ્યા છે.