રાજકોટની ફાઇનાન્સ કંપનીમાં 4 કરોડનું લોન કૌભાંડ, 28 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ

April 01, 2025

Rajkot News: સુરતમાં પાલનપુર જકાત નાકા રોડ પર દિનદયાળ સોસાયટીમાં રહેતા અને મીન્ટીફી ફીનસર્વ પ્રા.લી. નામની કંપનીમાં છેતરપિંડી આચરવામાં આવી ફરિયાદ નોંધાઈ છે. કંપનીના લીગલ મેનેજર તરીકે નોકરી કરતાં ચંદ્રેશ મોટુંમલ જોબનપુત્રા (ઉ.વ. 30)એ કંપનીના બ્રાન્ચ મેનેજર અને સેલ્સ મેનેજર સહિત રાજકોટ ઉપરાંત પડધરી, અમદાવાદ, વિસનગર, જામનગર, લોધિકા અને સુરેન્દ્રનગરના 28 શખ્સો સામે લોન લઈ રૂ.4.13 કરોડ પરત નહીં ચુકવી છેતરપિંડી આચર્યાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીગ્રામ-2 પોલીસે આ અંગે ચંદ્રેશ જોબનપુત્રાની ફરિયાદ પરથી કૌલાશ હર્ષદભાઈ દક્ષીણી (સુરેન્દ્રનગર), ક્રિષ્ના અશ્વિનભાઈ ઠક્કર (સુરેન્દ્રનગર), અમિત મનહરભાઈ બોરડ (રહે. ટપુભુવન પ્લોટ, રાજકોટ), પાર્થ કમલેશ દુધાત્રા (લોધિકા) તેના પત્ની શિલ્પા પાર્થ દુધાત્રા (કાંગશીયાળી, અક્ષરા તિત ઇવી), અરજણ વિઠલભાઈ આસોદરીયા (રહે. કોઠારીયા રોડ, ગોકુલ પાર્ક), શિલ્પા અરજણ આસોદરીયા (ગોકુલ પાર્ક), જતીન પ્રવિણભાઇ કણજારીયા, મોનિકા જતીન કણજારીયા (રહે. જામનગર) સામે ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત હિતેપ તુલસીભાઈ કણજારીયા (રહે. આહિર ચૌક પાસે), કમલેશ જમનાદાસ પાડલીયા (રહે. કાંગશીયાળી), જગદિશ છગનભાઈ ચૌહાણ, પ્રજ્ઞાબેન જગદિશ ચૌહાણ, વિનોદ નાનજીભાઇ ધારવીયા પુષ્પાબેન વિનોદભાઈ ધારવીયા, ચિરાગ ભરતભાઈ ધારવીયા, ભરત રવજીભાઈ ધારવીયા (રહે. બધા જામનગર), જયદિપ ખીમજીભાઈ ચૌહાણ (નહેરુનગર રાજકોટ), પુનમ કંજારીયા (નહેરુનગર), રાજદેવસિંગ મુરારીસિંગ રાજપૂત, રેખા રાજદેવસિંગ રાજપૂત (રહે. બન્ને વિસનગર), ડોલી ભાવિક ઠક્કર, ભાવિક નીતિનભાઈ ઠક્કર (રહે. બન્ને અમદાવાદ), નરેન્દ્ર છગનદાસ અગ્રાવત (મોટા ખીજડીયા, પડધરી), કાજલ નરેન્દ્રભાઈ અગ્રાવત (પડધરી), અમિત ઘનશ્યામ પ્રજીયા (રાજકોટ), આકાશ દિનેશભાઈ વ્યાસ (દેવઆશિષ એપાર્ટ.અયોધ્યા ચોક) અને હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા (રહે. શહિદ સુખદેવ ટાઉનશિપ, શિતલ પાર્ક) સામે ગુનો દાખલ કર્યો છે.