ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ
March 31, 2025

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
રિજિજુએ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, વકફ બિલ મુદ્દે કેટલાક પક્ષો અને સંગઠનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ બિલ અંગે ખોટું ન બોલવું જોઈએ. તેમણે પહેલા બિલ વાંચવું જોઈએ અને પછી તર્ક આપવો જોઈએ. તેઓ ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, અમે બિલ લાવવાની તમામ તૈયારી કરી લીધી છે. અમે તે ક્યારે લાવશું, અમે બિલના નામે તણાવ ઉભો કરનારા સંગઠનોની ઓળખ કરી છે. ઈદ પર પટ્ટી બાંધીને નમાજ અદા કરવાનું કહેનારા સંગઠનો ખોટું કરી રહ્યા છે. મસ્જિક, કબ્રસ્તાન અથવા મુસ્લિમની જમીન છીનવી લેવાની વાત કહી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ છે. આપણે કોઈની જમીન કેવી રીતે છીનવી શકીએ? વકફ અંગે ખોટી માહિતી ફેલાવનારાઓ આ લોકો કોણ છે? હું મીડિયાને પણ વિનંતી કરું છું કે, તેઓ ખોટી સૂચના ફેલાવનારાઓની ઓળખ કરે. કોઈપણ બિલમાં આવા સ્તરની ચર્ચા કરાઈ નથી.
Related Articles
ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા
ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દી...
Apr 02, 2025
કોંગ્રેસના દિગ્ગજ ભુપેશ બઘેલની મુશ્કેલી વધી, 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા
કોંગ્રેસના દિગ્ગજ ભુપેશ બઘેલની મુશ્કેલી...
Apr 02, 2025
આગ્રામાં IPL સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, પોલીસે 9 લોકોની કરી ધરપકડ
આગ્રામાં IPL સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ,...
Apr 02, 2025
સૂર્ય તિલક, લાખો મંત્રોની આહુતિ, 56 ભોગ.. પ્રભુ રામના વધામણાની તૈયારીઓ
સૂર્ય તિલક, લાખો મંત્રોની આહુતિ, 56 ભોગ....
Apr 02, 2025
મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, વહેલી સવારે 5ને કાળ ભરખી ગયો
મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે...
Apr 02, 2025
'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભાજપે જાહેર કર્યું વ્હિપ
'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભા...
Apr 01, 2025
Trending NEWS

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025

01 April, 2025