ક્રિસમસ પહેલા બાંગ્લાદેશના ઢાકામાં ફરી બબાલ, પેટ્રોલ બોમ્બ બ્લાસ્ટ કરાતા એકનું મોત

December 24, 2025

ઢાકા : બાંગ્લાદેશમાં દિવસે ને દિવસે હિંસા વધતી જઈ રહી છે અને દેશમાં વધુ વધુ એક ગંભીર ઘટના બની છે. થોડા દિવસ પહેલા ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકનારા ઉસ્માન હાદીનું સિંગાપોરમાં મોત થયું હતું, ત્યારબાદ ટોળાએ હિન્દુ યુવકને માર મારીને, ઝાડ પર લટકારી સળગાવી નાખ્યો હતો. આ ઘટનાઓ બાદ બાંગ્લાદેશમાં હિંસાઓ શરુ થઈ હતી, ત્યારે રાજધાની ઢાકામાં પેટ્રોલ બોંબ ઝિંકવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

ક્રિસમસના એક એક દિવસ પહેલા ઢાકાના માઘ વિસ્તારમાં કેટલાક બદમાશોએ પેટ્રોલ બોંબ ઝિંકી વિસ્ફોટ કર્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના સાંજે લગભગ 7.00 કલાકે બની છે, જેમાં કેટલાક બદમાશોએ ‘બાંગ્લાદેશ ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલ’ના ગેટ પાસે રસ્તા પર બોંબ ઝિક્યો છે. જે સ્થળે વિસ્ફોટ કરવામાં આવ્યો છે, તે સ્થળ નજીક એક ચર્ચ પણ આવેલું છે.