પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે
October 13, 2025
પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં જ 13 ઓક્ટોબરના રોજ સોના-ચાંદીના ભાવ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક બજારના સથવારે આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ અધધધ રૂ. 5000 પ્રતિ કિગ્રા ઉછળ્યો હતો. સોનું પણ રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે.
ચાંદી રૂ. 1,75,000ની ઐતિહાસિક ટોચે
આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂ. 5000 ઉછળી રૂ. 1,75,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સોના અને ચાંદીના રેકોર્ડ ભાવ વધારાના કારણે પુષ્ય નક્ષત્રમાં ઘરાકીનો અભાવ જોવા મળ્યો છે. હાલ માત્ર 20થી 30 ટકા ખરીદદારોએ જ ઓર્ડર બુક કરાવ્યા હોવાનું અમદાવાદ ચોક્સી મહાજને જણાવ્યું હતું. હાલ બજારમાં માત્ર નાના-મોટા રોકાણકારો જ ખરીદી કરતાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે, સોના-ચાંદીની કિંમત ઓલટાઈમ હાઈ હોવા છતાં પ્રોફિટ બુકિંગનું કોઈ ખાસ વલણ જોવા મળ્યું નથી.
ચાલુ કેલેન્ડર વર્ષ કિંમતી ધાતુ માટે શુકનવંતુ રહ્યું છે. આ વર્ષે ચાંદીમાં મૂડી ડબલ થઈ છે, જેમાં 102 ટકા રિટર્ન છૂટ્યું છે. જ્યારે સોનામાં પણ 64 ટકા ઉછાળો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ સોનું રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 50,300 ઉછળી રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જ્યારે ચાંદી રૂ. 86500 પ્રતિ કિગ્રા સામે રૂ. 88500 ઉછળી રૂ. 1,75,000 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ટ્રમ્પની ટેરિફ નીતિ, અમેરિકામાં મંદી, ફેડ રેટ કટ, ક્રૂડના ભાવમાં ઘટાડો સહિતના વિવિધ પરિબળોના કારણે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વ્સ પણ વધારવામાં આવી છે. રૂપિયો નબળો પડ્યો છે. બીજી તરફ ચાંદીની ઔદ્યોગિક માગ સતત વધી રહી છે.
પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો
1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હોલમાર્ક કરાયેલું પ્રમાણિત સોનું ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે, જેમ કે AZ4524. હોલમાર્કિંગ સોનાના કેરેટ અર્થાત શુદ્ધતા દર્શાવે છે.
2. કિંમત ક્રોસ-ચેક કરો: ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) નો ઉપયોગ કરીને ચકાસો. સોનાના ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના આધારે બદલાય છે.
Related Articles
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચ્યું
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ...
Dec 04, 2025
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પ...
Dec 03, 2025
શેરબજારમાં ખુશનુમા માહોલ, સેન્સેક્સમાં 700થી વધુ પોઇન્ટ ઉછાળો, નિફ્ટી 26000 ક્રોસ, ટેલિકોમ શેર્સ બુમ
શેરબજારમાં ખુશનુમા માહોલ, સેન્સેક્સમાં 7...
Oct 27, 2025
દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ
દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-ન...
Oct 20, 2025
LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ
LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે...
Oct 14, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025