બેંગલુરુ 9 વર્ષ બાદ ફાઈનલમાં, ક્વોલિફાયર-1માં પંજાબને હરાવ્યું, હેઝલવુડ-સોલ્ટનું દમદાર પ્રદર્શન
May 30, 2025
આઈપીએલ-2025માં આજે પંજાબના ઢાકા સ્થિત મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને 9 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પંજાબની ટીમે આજની મહત્ત્વની મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમ માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારે બેંગલુરુની ટીમે 10 ઓવરમાં બે વિકેટે 106 રન ફટકારી પંજાબ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે.
પંજાબ તરફથી ઓપનિંગમાં આવેલા પ્રિયાંશ આર્યએ સાત રન, પ્રભસિમરન સિંહે 18, જોશ ઇંગ્લીસે 4, સુકાની શ્રેયસ ઐયરે 2, નેહલ વાઢેરે 8, માર્કસ સ્ટોઇનિસે 26, શશાંક સિંહે 3, મુશીર ખાને 0, અઝમતુલ્લા ઓમરઝાઈએ 18, હરપ્રીત બ્રારે 4 અને કાયલ જેમીસન અણનમ 0 રન નોંધાવ્યા હતા.
બેંગલુરુના બોલરોની દમદાર બોલિંગના કારણે પંજાબની ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોશ હેઝલવુડ અને સુયેશ શર્માએ 3-3 વિકેટ ખેરવી હતી, જ્યારે યશ દયાલે બે, ભુવનેશ્વકુમાર અને આર.શેફર્સે 1-1 વિકેટ ઝડપી હતી.
બેંગલુરુએ માત્ર 10 ઓવરમાં બે વિકેટે 106 રન નોંધાવી જીત મેળવવાની સાથે ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. બેંગુલુર તરફથી ઓપનિંગમાં આવેલા ફિલ સોલ્ટે 27 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 56 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ 12, મયંક અગ્રવાલે 19 અને સુકાની રજત પાટીદારે અણનમ 15 રન નોંધાવ્યા હતા.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
08 August, 2026
08 August, 2026