ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, 26 માર્ચે કર્ણાટક જશે

March 22, 2023

ગાંધીનગર, : ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ નેતાઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. આ તમામ નેતાઓને ગુજરાતની 26 બેઠકો પર જીત મેળવવા માટે તૈયારી શરૂ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના પ્રવાશે જઈ ચૂંટણી પ્રચાર કરે તેવી અટકળો વહેતી થઈ છે.