છત્તીસગઢ પોલીસની મોટી કાર્યવાહી, 1200 કિલો ગાંજા સાથે 3 લોકોની કરી ધરપકડ
December 30, 2025
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થોની તસ્કરીની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહીંથી લગભગ 6 કરોડ રૂપિયાની કિંમતનો 1200 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ટ્રક સવાર 3 આરોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. આ ખેપ ઓડિશાથી રાજસ્થાન લઈ જવામાં આવી રહી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી એક ગુપ્ત ઈનપુટના આધાર પર કરવામાં આવી છે.
રવિવાર અને સોમવારની રાત દરમિયાન બલરામપુર જિલ્લામાં ઉત્તરપ્રદેશની સરહદ પાસે ધનવાર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી. તપાસ કરવા પર ટ્રકમાં નારિયેળના છોતરાની વચ્ચે છુપાવીને ગાંજાના કટ્ટા લઈ જવામાં આવી રહ્યા હતા, તેને જપ્ત કરવામાં આવ્યા હતા.
બલરામપુર પોલીસે જણાવ્યું કે ટ્રકમાંથી કૂલ 40 કટ્ટા ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જેનું કૂલ વજન 1198.460 કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજે કિંમત લગભગ 6 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું કે પ્રતિબંધિત માદક પદાર્થ ઓડિશાથી લોડ કરવામાં આવ્યો હતો.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026