દેશમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત

March 28, 2025

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન (WOAH)એ આજે (28 માર્ચ) આઠ કેસની પુષ્ટી કરી છે. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વાયરસના કારણે છ લાખથી વધુ મરઘીઓના મોત થયા છે.
WHAHના રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યના અનેક મરઘા ફાર્મમાં વાયરસ ફેલાયો છે, જેના કારણે મરઘા ફાર્માના માલિકોએ તકેદારીના પગલા શરૂ કરી દીધા છે. બર્ડ ફૂલોના વાયરસ H5N1 અત્યંત ચેપી અને જીવલેણ હોય છે. આ વાયરસ મરઘા માટે ખતરનાક છે અને તેના કારણે અનેક મરઘીના મોત થયા છે. એટલું જ સ્થાનિક કૃષિ પર પણ તેની અસર પડી છે.


આ વાઈરસ પક્ષીઓ સાથે-સાથે મનુષ્યો માટે પણ ઘણો ઘાતક છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવનારા જાનવર અને મનુષ્ય તેનાથી સંક્રમિત થઈ શકે છે. આ વાઈરસ એટલો ખતરનાક છે કે તેનાથી મોત પણ થઈ શકે છે. બર્ડ ફ્લૂ ઘણાં પ્રકારના હોય છે પરંતુ H5N1 પહેલો એવો એવિયન ઈન્ફ્લૂએંજા વાઈરસ છે, જે મનુષ્યોને સંક્રમિત કરે છે. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે બર્ડ ફ્લૂના પ્રકોપથી પોલ્ટ્રી ફાર્મમાં સંક્રમિત મરઘીઓ સાથે જોડવામાં આવ્યો હતો.


આ રોગ પ્રકૃતિક રીતે પક્ષીઓમાં હોય છે પરંતુ આ પાલતુ મુરઘીઓમાં સરળતાથી ફેલાઈ જાય છે. આ  બિમારી સંક્રમિત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોં કે લાળ કે આંખમાંથી નિકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. લાંબા સમય સુધી જીવિત રહેવાની ક્ષમતા હોય છે. સંક્રમિત પક્ષીઓના મળ અને લારમાં વાઈરસ 10 દિવસ સુધી જીવિત રહે છે. આ રોગ ફેલાવવાનો સૌથી વધારે ખતરો મરઘીપાલન સાથે જોડાયેલા લોકોને છે.