તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત
April 19, 2026
વિરુધુનગર- તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોના કંપારીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અગાઉ 9 લોકોના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ હટાવતી વખતે મૃતકોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. બીજી બાજુ ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટ( ફટાકડા ફેક્ટરી)માં થયો હતો, જેથી જોત જોતામાં આજુબાજુના ચાર યુનિટોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, હાલ રાહત-બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં છે. ધડાકો એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું હતું. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી સ્ટાલિને દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુખદ છે, મને આઘાત પહોંચ્યો છે. તેમનો મૃતકો અને પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર આ કઠિન સમયમાં તેમની સાથે ઊભી છે. સાથે જ રાહત બચાવ કાર્ય ઝડપી કરવા આદેશ આપ્યો છે.
Related Articles
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટરમાઇન્ડ! વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં મા...
May 16, 2026
Trending NEWS
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026