ભારતીય સંગીતની ધૂનોથી બ્રેન સ્ટ્રોકના દર્દી બોલવાનું શીખશે

February 10, 2024

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાઇન્સિસ (AIIMS) દિલ્હી હંમેશાથી જ ગંભીર રોગો માટે સારો અને ઇનોવેટિવ સારવાર શોધી લાવતું રહે છે. હવે AIIMSમાં બ્રેન સ્ટ્રોકના દર્દીઓની સારવાર દવા નહીં બલકે સંગીતથી થશે.

બ્રેન સ્ટ્રોક બાદ પોતાની બોલવાની અને સમજવાની ક્ષમતા ગુમાવી ચુકેલા દર્દી ભારતની લોકપ્રિય ધુનો ગણગણીને બોલવાનુ શિખશે. ભારતમાં પહેલીવાર અફીજિયાથી પીડિત દર્દીઓ માટે મ્યુઝિક થેરેપીનું ભારતીય મોડયૂલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેમાં AIIMS ન્યૂરોલોજી વિભાગના ડૉક્ટર્સની મદદ આઇઆઇટી દિલ્હી કરી રહ્યું છે. આવો જાણીએ આ થેરેપી કઇ રીતે કામ કરશે.

અફીજિયા બીમારી શું છે?
બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ 21 થી 38 ટકા જેટલા દર્દીઓમાં અફીજિયાની બીમારી થાય છે.AIIMSના ન્યુરોલોજી વિભાગના ડૉક્ટર દીપ્તીના અનુસાર તેમાં દર્દીના મગજનો ડાબો ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. આ ભાગને કારણે જ સામાન્ય વ્યક્તિને વાત સમજાય છે, તે બોલે છે અને પોતાની લાગણીઓને અભિવ્યકત કરી શકે છે. અફીજિયાના દર્દી એક નાનો શબ્દ કે વાક્ય પણ બોલી શકતા નથી. તેવામાં તેમને ફરીવાર બોલતા શિખવવા માટે સ્પીચ થેરેપી વગે અપાય છે પરંતુ વિદેશોમાં તેના માટે મ્યુઝિક થેરેપી ખૂબ લોકપ્રિય છે.

મ્યુઝિક થેરેપી શું છે
ડૉ. દીપ્તીના અનુસાર અફીજિયામાં બ્રેનનો ડાબો ભાગ તો અસર પામે જ છે પણ જમણો ભાગ એકદમ સ્વસ્થ રહે છે. બ્રેનના ડાબા ભાગને કારણે તે વ્યક્તિ સંગીતને સમજે છે. તેને ગણગણે અને યાદ રાખે છે. અફીજિયાનો દર્દી જે પાણી જેવો એક શબ્દ પણ બોલી શકતો નથી, તે આખું ગીત ગણગણી લે છે. તેથી મ્યુઝિક થેરેપીમાં દર્દીના ડાબા ભાગને એક્ટિવ કરીને તેને સંગીતની શૈલીમાં બોલતા અન એક્સપ્રેસ કરતા શિખવવામાં આવે છે.