પંજાબમાં BSFની મોટી કાર્યવાહી, 4 તસ્કરોની ધરપકડ કરાઈ

August 19, 2025

પંજાબમાં પાકિસ્તાનમાંથી થઈ રહેલી તસ્કરી પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. સરહદી સુરક્ષા દળ (BSF)એ 4 તસ્કરોની ધરપકડ કરી છે. અમૃતસર અને તરનતારણ સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં BSFએ 2 પિસ્તોલ, મોટી માત્રામાં કારતૂસ, હેરોઈન, બાઈક અને 1 ડ્રેન જપ્ત કર્યુ છે.

BSFએ પ્રથમ કાર્યવાહી અમૃતસરના બચ્છીવિંડ ગામની પાસ થઈ, જ્યાં જવાનોએ એક તસ્કરની ધરપકડ કરી. તેની પાસેથી 560 ગ્રામ હેરોઈન, એક બાઈક અને બે મોબાઈલ ફોન જપ્ત થયા. પકડવામાં આવેલા આરોપીઓને વધુ તપાસ માટે પંજાબ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. બીજા ઓપરેશનમાં BSFને ગુપ્ત માહિતી મળી, જેના આધાર પર અમૃતસરના બાગરિયા ગામમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જ્યાંથી એક ડ્રોન જપ્ત કરવામાં આવ્યું, જેમાં એક પિસ્તોલ, બે મેગઝીન અને 3 કારતૂસ છુપાડીને લઈ જવામાં આવી રહી હતી.

ત્રીજી કાર્યવાહી અમૃતસર-જલંધર હાઈવેની પાસે થઈ, જ્યાં સર્તક BSF જવાનોએ બે તસ્કરોને પકડ્યા અને તેમની પાસેથી 1 પિસ્તોલ અને 11 કારતૂસ જપ્ત કર્યા. બંને આરોપી અમૃતસરના ટિમોવાલ અને તરનતારનના સરસી કલા ગામના રહેવાસી જણાવી રહ્યા છે. ત્યારે ચોથી કાર્યવાહી BSF અને ANTFની સંયૂક્ત ટીમે અમૃતસરના બાગરિયા ગામમાં કરી. જ્યાંથી 1 તસ્કરને 1.225 કિલો હેરોઈન, બે મોબાઈલ ફોન અને એક બાઈકની સાથે ધરપકડ કરવામાં આવી. હાલમાં આરોપીને કાયદાકીય કાર્યવાહી માટે ANTFના હવાલે કરવામાં આવ્યો છે.