સુરતમાં ભાજપના વોર્ડના મહામંત્રી અને બળાત્કારના આરોપીના ગેરકાયદે દબાણ પર ફર્યું બુલડોઝર

May 20, 2025

સુરત શહેરના કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 8 ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના સાથી ગૌરવ સિંહે એક યુવતીને કેફી પીણું પીવડાવીને હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ બાદ સુરતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આરોપીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. બળાત્કારની પોલીસ ફરિયાદ બાદ આજે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોને સિંગણપોર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની બાજુના સરકારના અનામત પ્લોટ માં બળાત્કારના આરોપીએ બનાવેલા ગેરકાયદેસર નોનવેજ ઢાબાનું ડિમોશન હાથ રહ્યું હતું. 

જોકે, ભાજપના આ વોર્ડના મહામંત્રીએ ઘેર કાયદેસર ઢાબા બનાવ્યું ત્યારે જ સોસાયટીના સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરે પણ ફરિયાદ કરી હતી. જોકે રાજકીય દબાણને કારણે આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું. બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ આજે કતારગામ ઝોન દ્વારા ભાજપના વોર્ડના મહામંત્રીનું ગેરકાયદે બાંધકામ દૂર કરી દીધું હતું.