ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા
July 17, 2025

ભારતે આજે ગુરુવારે (17 જુલાઈ) બે સ્વદેશી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બંને મિસાઇલો ઓડિશા કિનારે સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી લોન્ચ કરવામાં આવી હતી. આ મામલે સંરક્ષણના સૂત્રો દ્વારા માહિતી આપી છે.
મળતી માહિતી મુજબ, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આ ટ્રેનિંગ લોન્ચના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. અગ્નિ-1 મિસાઇલનું પ્રથમ પરીક્ષણ અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું હતું, જ્યારે થોડા સમય પછી પૃથ્વી-2 મિસાઇલને ચાંદીપુર સ્થિત ITRના લોન્ચ પેડ નંબર-3 પરથી છોડવામાં આવી હતી.
અગ્નિ-1 મિસાઇલની રેન્જ 700 કિલોમીટર સુધીની છે. આ મિસાઇલનું વજન 12 ટન છે અને તે 1,000 કિલોગ્રામ પરમાણુ હથિયાર વહન કરી શકે છે. અગ્નિ-1 મિસાઇલને એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર ઇમારતના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ મિસાઇલને સૌપ્રથમ વર્ષ 2004માં સેવામાં લેવામાં આવી હતી. આ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ સોલિડ પ્રોપેલન્ટ્સ દ્વારા બનાવવામાં આવી છે.
પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. પૃથ્વી-2 મિસાઇલની રેન્જ 350 કિ.મી. છે. પૃથ્વી-2 500 થી 1,000 કિલોગ્રામ વજનના હથિયાર લઈ જઈ શકે છે. 350 કિ.મી.ની રેન્જ ધરાવતી આ મિસાઇલમાં બે એન્જિન છે. તે પ્રવાહી અને ઘન બળતણ બંનેથી સંચાલિત થાય છે. પૃથ્વી મિસાઇલ 2003 થી સેનામાં છે, જે 9 મીટર લાંબી છે. પૃથ્વી DRDO દ્વારા ઉત્પાદિત પ્રથમ મિસાઇલ છે.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025