દેવઘરમાં બસ અને ટ્રકની એક્સિડન્ટ, 18 કાવડિયાઓના મોત, 20થી વધુને ઈજા

July 29, 2025

ઝારખંડના દેવઘરમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 18 કાવડિયાઓના મોત થયા છે જ્યારે 20થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. મુજબ બાબા નગરી દેવઘર સ્થિત બાબા બૈધનાથ ધામમાં જલાભિષેક કર્યા બાદ કાવડિયાઓથી ભરેલી બસ દુમકા સ્થિત બાસુકીનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહી હતી. આ દરમિયાન  મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જામુનિયામાં કાવડિયાઓથી ભરેલી બસ એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ, ટક્કર એટલી ગંભીર હતી કે પાંચ કાવડિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા.

આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આપતા જણાવ્યુ કે મારા લોકસભા મતવિસ્તાર દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

સદર એસડીઓ રવિ કુમારે જણાવ્યું હતું કે સવારે 4-5 વાગ્યાની વચ્ચે અમને માહિતી મળી હતી કે દેવઘરથી બાસુકીનાથ જઈ રહેલી ભક્તોને લઈ જતી 32 સીટવાળી બસ નિયંત્રણ બહાર ગઈ અને એક ટ્રક સાથે અથડાઈ, પછી સંતુલન ગુમાવ્યું અને ઈંટો સાથે અથડાઈ હતી. આ મામલે ઝારખંડ સીએમ હેમંત સોરેને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યુ કે બાબા બૈધનાથ દુર્ઘટનામાં મરનાર લોકોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.