છાવાનો રેકોર્ડ તોડશે સૈયારા? બોક્સ ઓફિસ પર દબદબો, કુલ કમાણી રૂ.250 કરોડને પાર
July 29, 2025
અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર ફિલ્મ સૈયારા હાલમાં બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે. અહાન પાંડે અને અનીત પડ્ડા એક એવા ડ્રીમ ડેબ્યૂના સાક્ષી બની રહ્યા છે જેની કલ્પના દિગ્દર્શક મોહિત સૂરી કે પ્રોડક્શન હાઉસ YRFએ પણ નહીં કરી હશે. આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર દબદબો છે અને તેણે જબરદસ્ત કલેક્શન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. બીજા વીકેન્ડ પર પણ આ ફિલ્મે ઘણી કમાણી કરી છે. તો ચાલો જાણીએ કે 'સૈયારા'નું રિલીઝના 11મા દિવસે એટલે કે બીજા સોમવારે કેટલું કલેક્શન થયું છે? 'સૈયારા'ના રિલીઝ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મને દર્શકોનો આટલો બધો પ્રેમ મળશે. આ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામાએ લોકો પર એવો જાદુ કરી દીધો છે કે તેનો ક્રેઝ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. વીકેન્ડ પર તો તેના શો સવારથી રાત સુધી હાઉસફુલ જઈ રહ્યા છે. આ સાથે જ તેનું કલેક્શન પણ ખૂબ વધી રહ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે 'સૈયારા' એ સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત 2025ના તમામ સુપરસ્ટારની ફિલ્મોને ધૂળ ચટાડી દીધી છે. આ સાથે જ આ ફિલ્મ વિકી કૌશલની 'છાવા' પછી વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 'સૈયારા'એ રિલીઝના 11મા દિવસે એટલે કે, બીજા સોમવારે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે. જોકે, તેની કમાણી 250 કરોડને વટાવી ગઈ છે. આ સાથે જ તે હવે વર્ષની સૌથી મોટી ફિલ્મ 'છાવા' ના 615.39 કરોડનો રેકોર્ડ નજીક પહોંચી ગઈ છે. જોકે, 'છાવા'ના આ મોટા કલેક્શનનો રેકોર્ડ તોડવા માટે 'સૈયારા' ને 350 કરોડનો કલેક્શન કરવાની જરૂર પડશે. જે સરળ નથી. આવી સ્થિતિમાં 'સૈયારા' બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે તે જોવા જેવું હશે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ, ટ્રમ્પ...
16 April, 2026
મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી હાર, પંજાબ કિંગ્સને 7 વ...
16 April, 2026
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાની તૈયારીમા...
16 April, 2026
ભારત હોર્મુઝ મામલે અનેક દેશો સાથે સંપર્કમાં, ગલ્ફમ...
15 April, 2026
CBSE ધોરણ-10નું પરિણામ જાહેર : 93.6% વિદ્યાર્થીઓ સ...
15 April, 2026
વડોદરા: ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ
15 April, 2026
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર...
15 April, 2026
સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી
15 April, 2026
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્...
15 April, 2026
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બાદ ચીનનું ન...
15 April, 2026